Thursday, November 5, 2020

Shu lakhu

 કાઈ ખબર નથી પડતી,

શું લખુ...?

ખુશી લખુ કે તારુ નામ લખુ..?

પ્રેમ લખુ કે તારા પ્રેમની ચાહ લખુ...?

વાત લખુ કે,અણધારી મુલાકાત લખુ..?

તારી સાથે વીતે ઍ દિવસ લખુ કે,

તારા વિરહ મા પસાર થતી આ રાત લખુ...?

શું લખુ...?

કાઈ ખબર નથી પડતી..

કા'તુ આમ બધાંને હસાવવાવાળી,

કોના વિરહમા છે તુ રડતી..?

ગુસ્સો તો નાક પર જ ,

કોણ જાણે શું કહે બડબડતિ..

આમ અબોલા પણ ના કરતી,

વાતું તારી મીઠી ,બોલે મોઢું મડતી મડતી ..

શું લખુ તારા વિશે ....?

કાઈ ખબર નથી પડતી...!

વાતોમાં ખુબ ગુસ્સો,

ગુસ્સામાં પણ પુરો પ્રેમ.

પ્રેમ પણ આપે લડતી લડતી..

શું લખુ....?


No comments:

Post a Comment